ભરૂચ: નેત્રંગ પંથકમાં 4 જ કલાકમાં 5.5 ઇંચ વરસાદ, નદી-નાળા છલકાયા

ભરૂચના નેત્રંગ પંથકમાં માત્ર ચાર જ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે

New Update

ભરૂચના નેત્રંગ પંથકમાં માત્ર ચાર જ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે

ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ટ્રાયબલ એવા નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. માત્ર ચાર જ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નેત્રંગ પંથકમાં આવેલ વિવિધ નદી નાળામાં નવા નિર્માણની આવક થઈ છે જેના અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે આ ઉપરાંત નદી કિનારે આવેલ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે વિવિધ માર્ગો પણ બંધ થયા છે. સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં પાંચ ઇંચ વરસાદ ખાબકી જતાં નેત્રંગમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે
Latest Stories