New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
કસકના મંગલમ કોમ્પ્લેક્સ હોલમાં આયોજન
વિદ્યુત બોર્ડ સહકારી મંડળીની સાધારણ સભા યોજાય
મંડળીના વાર્ષિક અહેવાલો રજૂ કરાયા
વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા
ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભાનું ભરૂચમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળી ભરૂચ દ્વારા 53મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન ભરૂચ શહેરના કસક સર્કલ નજીક મંગલમ કોમ્પલેક્ષ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સભાનું અધ્યક્ષસ્થાન મંડળીના પ્રમુખ ચિરાગ શાહે સંભાળ્યું હતું.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ક્રેડિટ સોસાયટીના ચેરમેન રજનીકાંત રાવલ તથા ખાસ મહેમાન સ્વદેશી જાગરણ મંચના પશ્ચિમ ક્ષેત્ર સહ-સંપર્ક પ્રમુખ ઈશ્વર સજ્જન ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆતમાં મંડળીના મંત્રી દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગયા વર્ષની પ્રવૃત્તિઓ, મંડળીના સભાસદોને મળેલ લાભો તથા નાણાકીય હિસાબોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories