ભરૂચ: જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 65.61 તકા મતદાન નોંધાયું, પેટા ચૂંટણીમાં 69.15 ટકા મતદાન

ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ગ્રામજનોએ પંચાતી રાજની ચૂંટણીમાં અદમ્ય ઉત્સાહ દાખવ્યો હતો.

New Update
  • ભરૂચ જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણી

  • મતદાનની ટકાવારી બહાર આવી

  • 65 ટકા મતદાન નોંધાયું

  • શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

  • પેટા ચૂંટણીમાં 69.15 ટકા મતદાન

ભરૂચ જિલ્લાની 47 ગ્રામ પંચાયતની સામાન્ય અને 20 ની પેટા ચુંટણીમાં વરસાદ વચ્ચે પણ 65 થી 69 ટકા મતદાન નોંધાયું છે.
ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ગ્રામજનોએ પંચાતી રાજની ચૂંટણીમાં અદમ્ય ઉત્સાહ દાખવ્યો હતો. જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થઈ હતી.જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1.22 લાખ મતદારો પૈકી 80143 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં મતદાનની ટકાવારી 65.61 ટકા રહી હતી.જ્યારે જિલ્લાની 20 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ 20380 મતદારો પૈકી 14093 એ મતદાન કર્યું હતું. મતદાનની ટકાવારી 69.15 ટકા નોંધાઇ હતી.
Latest Stories