New Update
ભરૂચની ઝઘડિયા ચોકડી નજીકનો બનાવ
પશુ ભરેલ કન્ટેનરને નડ્યો અકસ્માત
કન્ટેનરના રહેલ 9 ભેંસના મોત
સ્પીડ બ્રેકર કુદાવતા કન્ટેનર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો
ઝઘડિયા પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના ઝઘડિયા ચાર રસ્તા નજીક પશુ ભરેલ કન્ટેનર ચાલકે સ્પીડ બ્રેકર કુદાવતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કન્ટેનર રોડની બાજુના વૃક્ષ સાથે ભટકાતા નવ પશુઓના મોત નીપજ્યા હતા.
ગતરોજ રાતે પશુ ભરેલ એક કન્ટેનર ચાલક પુરપાટ ઝડપે ભરૂચના ઝઘડિયા ગામના ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહ્યો હતો.તે દરમિયાન અચાનક ચાલકે સ્પીડ બ્રેકર કુદાવતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કન્ટેનર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.સદર અકસ્માતમાં વાહનમાં રહેલ નવ જેટલા પશુઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જયારે બચી ગયેલ અન્ય પશુઓને પોલીસે બહાર કાઢી તેઓના પાંજરાપોળ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે કન્ટેનરમાં ૨૪ જેટલી ભેંસોને કતલખાને લઇ જવાતી હોવાની શંકા સેવાઈ રહી છે.
Latest Stories