ભરૂચ :  મક્કમ મનોબળ,દ્રઢ ઇચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી શકાય,શીતલ પટેલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતી 54 વર્ષીય શીતલ નવીનભાઈ પટેલે મક્કમ મનોબળ, દ્રઢ ઇચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી છે.

New Update
  • વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ

  • વૈજ્ઞાનિક મેડમ ક્યુરીનો જન્મદિવસ

  • કેન્સરનાં દર્દીઓમાં ચિંતાજનક વધારો

  • ભારતમાં પુરુષોમાં મોં અને ગળાના કેન્સર

  • સ્ત્રીઓમાં સ્તન,ગર્ભાશયના મુખના કેન્સર વધુ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતી 54 વર્ષીય શીતલ નવીનભાઈ પટેલે મક્કમ મનોબળદ્રઢ ઇચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી છે. આજે તેઓ વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે અન્ય દર્દીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

વિશ્વભરમાં દર વર્ષે 7 નવેમ્બરના રોજ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીના જન્મદિવસ નિમિત્તે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. મેડમ ક્યુરીએ રેડિયેશન થેરાપીના સંશોધન દ્વારા કેન્સર સામે લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતમાં પુરુષોમાં મોં અને ગળાના કેન્સર જ્યારે સ્ત્રીઓમાં સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે.

અંકલેશ્વરની શીતલબેન પટેલને વર્ષ 2024માં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. ખુશહાલ પરિવારમાં અચાનક આ સમાચાર આવતા પરિવારમાં ભારે આઘાત ફેલાયો હતો. વધુમાંશીતલબેનના ભાઈ અને બહેન પણ અગાઉ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હોવાથી પરિવારની ચિંતા સ્વાભાવિક રીતે વધી ગઈ હતી. જોકેએક જ બિલ્ડિંગમાં રહેતા પરિવારના સભ્યોએ સતત હિંમત આપી અને મનોબળ પૂરું પાડ્યું હતું. શીતલબેને મુંબઈસુરત અને અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તબીબોની માર્ગદર્શન હેઠળની સારવાર અને પરેજીઓનું કડક પાલન કરીને આજે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

Latest Stories