ભરૂચ: રીક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ગેંગના 3 સાગરીતોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

ભરૂચ એ ડિવિઝન પોલીસે વૃદ્ધને રીક્ષામાં બેસાડી તેમના રૂ.15 હજાર સેરવી લેનાર રીક્ષાચાલક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
aaa

ભરૂચ એ ડિવિઝન પોલીસે વૃદ્ધને રીક્ષામાં બેસાડી તેમના રૂ.15 હજાર સેરવી લેનાર રીક્ષાચાલક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisment

ભરૂચ એ ડિવીઝન પોલીસ મથકમાં ગત 15 મી ફેબ્રુઆરીના રોજ શંકર મંગળદાસ મહેતા ભરુચ સિવિલ હોસ્પિટલ બહાર રિક્ષાની રાહ જોઇ ઉભેલા હતા ત્યારે એક ઓટો રિક્ષા ચાલકે તેમને રિક્ષામાં બેસાડી આગળ અધવચ્ચે ઉતારી દીધા હતા ત્યાર બાદ તેમણે પોતાના ખિસ્સામાં તપાસ કરતા રિક્ષામાં બેઠેલા બે અજાણ્યા ઈસમોએ તેમના ખીસ્સામાં રહેલાં  15 હજાર રૂપિયા કાઢી લીધા હોવાનું જણાઈ આવ્યું હતું.જેથી તેમણે ભરૂચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ મામલે ઈનચાર્જ પોલીસ ઇન્સપેક્ટર આર.એમ.વસાવાએ તેમની ટીમ સાથે મળીને'"VISWAS પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ કેમેરા મારફતે ગુનામાં વપરાયેલી રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર મેળવી તેની મુવમેન્ટ વિશે માહિતી મેળવી હતી. આ દરમિયાન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તે ઓટો રીક્ષા શહેરના નવી વસાહત,ખોડીયાર માતાના મંદીર પાસેથી મળી આવી હતી. 

આ મામલે પોલીસે રિક્ષા ચાલકની પૂછતાછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી.પોલીસે એક ઓટો રીક્ષા કિંમત રૂ.50 હજાર,મોબાઇલ નંગ-03 કી.રૂ.10,500 અને અંગઝડતી માંથી રૂ.15,100 મળીને કુલ 75,600નો મુદ્દામાલ સાથે સુરત માંગરોળના કાદર  શેખ, અંકલેશ્વર સુરતી ભાગોળ મક્સુદ પટેલ અને ભરૂચ શેરપુરાના રિઝવાન અબ્દુલવહાબ ખલીફાની ધરપકડ કરી છે.
Advertisment