New Update
/connect-gujarat/media/media_files/2025/10/28/chor-bk-2025-10-28-16-31-58.jpg)
ભરૂચ એ ડિવિઝન પોલીસે રીઢા વાહનચોરની કરી ધરપકડ
ગત 2જી ઓકટોબરના રોજ ભરૂચના સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર- GJ-16-DD-4914 પાર્ક કરી હતી જે અને ગત તારીખ-10મી ઓકટોબરના રોજ આર.કે.સિનેમા બ્લ્યુ ચીપ કોમ્પ્લેક્ષના પાર્કીંગમાં એક્ટિવા નંબર-GJ-16-BL-4785 પાર્ક કરી હતી. જે બંને મોપેડ અજાણ્યો વાહન ચોર કરી ફરાર થઇ ગયો હતો.વાહન ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પી.આઈ. આર.એમ.વસાવા સહિત તેઓની ટીમે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવામાં આવેલ સ્માર્ટ કેમેરાના આધારે વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી શ્રવણ ચોકડી પાસેની તુલસી હોમ્સમાં રહેતો વિરેન્દ્રગીરી અરવીંદગીરી ગૌસ્વામીને ઝડપી પાડી વધુ બંને વાહનો મળી કુલ 60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Latest Stories





































