New Update
ભરૂચ એ ડીવીઝન પોલીસે મારવાડી ટેકરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ રીક્ષા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો હનીફ ઉર્ફે અન્નુ દિવાનને એક ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી બાતમી વાળી રીક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૦૯ બોટલ મળી આવી હતી પોલીસે ૩૨ હજારનો દારૂ અને ફોન તેમજ રીક્ષા મળી કુલ ૧.૮૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે પૃથ્વી કોટન મિલની ચાલ ગણેશ મંદિર પાસે રહેતો શની ચંદ્રકાંત પાટીલને ઝડપી પાડ્યો હતો.જયારે કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશાહ દિવાન,જગ્ગુ બાદશાહ અને રાહુલ ભયો નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories