ભરૂચ: જંબુસર ખાતે પ્રાચીન તલકેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે મેળો ભરાશે, સ્વયંભુ પ્રગટ થયા હતા મહાદેવ

ભરૂચના જંબુસરના કલક ગામે આવેલ પ્રાચીન તલકેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે શ્રાવણ વદ ટર્સ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરના કલક ગામે આવેલું છે મંદિર

  • પ્રાચીન તલકેશ્વર મહાદેવ મંદિર

  • સ્વયંભુ પ્રાગટયા હતા મહાદેવ

  • આવતીકાલે મેળાનું આયોજન

  • વર્ષોથી ભરાય છે મેળો

ભરૂચના જંબુસરના કલક ગામે આવેલ પ્રાચીન તલકેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે શ્રાવણ વદ ટર્સ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
ભરૂચના જંબુસરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ કલક ગામે  સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે. શ્રાવણ વદ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આકાશમાંથી સર્વે દેવી દેવતાઓએ દર્શન કર્યા હતા. તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું.જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમા આવેલ તળાવનું પાણી પી ગાયના ધણની એક ગાય દરરોજ આ જગ્યા ઉપર આવી દૂધથી અભિષેક કરતી એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનો એ જોયું તો આ સ્વયંભૂ શિવલિંગ હતું ત્યારથી મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. આવતીકાલે શ્રાવણ વદ તેરસ નિમિત્તે ગ્રામજનો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડશે.
Latest Stories