New Update
ભરૂચના ઝાડેશ્વર તવરા રોડની ઘટના
બસ ડીવાયડર પર ચઢી ગઈ
ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત
અકસ્માતના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા
સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચના ઝાડેશ્વર તવરા માર્ગ પર બેફામ દોડતી ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી.આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.
ભરૂચ- તવરા માર્ગ પર ખાનગી કંપનીની લક્ઝરી બસ કર્મચારીઓને પીકઅપ કરવા જઈ રહી હતી આ દરમ્યાન બસચાલકે પૂરજોશમાં બસ હાંકતાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને બસ સીધી ડિવાઈડર પર ચઢી ગઈ હતી.આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જો કે રસ્તા પર અન્ય વાહનો હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના ઝાડેશ્વરથી તવરા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં છે. તંત્ર દ્વારા હાલમાં આ માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરિણામે માર્ગના કેટલાક હિસ્સાઓ પર ટ્રાફિકજાની સ્થિતિ સર્જાઈ રહી છે. વહીવટી તંત્રએ અસ્થાયી નિર્ણય કરીને આ રસ્તાને વન-વે જાહેર કર્યો છે, જેના કારણે મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.