-
વાગરામાં સર્જાયો ગોઝારો અકસ્માત
-
ટ્રક ચાલકે બાઈક સવારોને લીધ અડફેટે
-
બે વ્યક્તિઓના નિપજ્યા કરૂણ મોત
-
દહેજ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા
-
પોલીસે શરૂ કરી વધુ તપાસ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા છે.ઘટના અંગે દહેજ પોલીસે તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીકથી એક બાઈક પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા.આ સમય દરમિયાન એક ટ્રકના ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર યુવાનો રોડ પર પટકાયા હતા.સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવારોને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળ પર જ બંને યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ સમયે ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા.ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.અને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.