New Update
/connect-gujarat/media/media_files/2025/10/16/screensh-2025-10-16-12-45-44.jpg)
ભરૂચના વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર આવેલ બી.ઓ.બી.ના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી.
બુધવારની રાતે ભરૂચના વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર આવેલ શિવ દર્શન સોઆયટી બહાર બી.ઓ.બી.ના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી.આ અંગે સ્થાનિકોએ જીવદયા પ્રેમી મોહિતી વસાવાને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી ભારે જહેમત ઉઠાવી અત્યંત ઝેરી એવા કોબ્રા સાપને પકડી વન વિભાગની કચેરીએ સોંપ્યો હતો.સાપ એટીએમ સેન્ટરમાં ઘુસી ગયો હોવાની જાણ થતાં લોક ટોળા ઉમટી પડ્યા હતા.
Latest Stories