SOG પોલીસને મળી સફળતા
ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
એક યુવકની કરી ધરપકડ
રૂ.2 લાખથી વધુનો ગાંજો જપ્ત
અન્ય એક શખ્સ વોન્ટેડ
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગની ઠંડાપીણા ની દુકાન પાસેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો,તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગમાં આવેલ જય મુરલીધર કોલડ્રિન્ક એન્ડ સોપારીના દુકાન આગળ એક ઇસમ ગાંજાનો જથ્થો લઈને ઉભો છે.આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 435 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે 2 લાખથી વધુનો ગાંજો અને મોપેડ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને મીરા નગરમાં રહેતો આકાશ શ્રીરામ યાદવને ઝડપી પાડ્યો હતો.જ્યારે વિવેક ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.