New Update
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ભરૂચની વિવિધ સોસાયટીના રહીશોએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું
બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિન્દુઓ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વિવિધ સોસાયટીના રહીશો દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર જુલ્મી અત્યાચાર કરી હિન્દુઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે. તેમજ તેઓની જાનહાની પણ કરવામાં આવી છે.તદ્ઉપરાંત હિન્દુઓ ના ધાર્મિક સ્થળોને મોટા પ્રમાણમાં નુકસાન કરી સંપૂર્ણ પણે નાબૂદ કરવામાં આવ્યા છે. અરાજક તત્વો દ્વારા એક માત્ર ટાર્ગેટ બાંગ્લાદેશના હિન્દુઓને બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલામાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશની સરકાર સાથે વાત કરી હિન્દુઓની સુરક્ષા માટે પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
Latest Stories