ભરૂચ: આમોદના ઓચ્છણ ગામે ગરીબો માટેનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું !

ભરૂચના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબો માટેના સરકારી અનાજની હેરાફેરી કરતા બે ઇસમો પોલીસની જાળમાં ફસાયા છે. ટ્રેક્ટરમાં ભરેલો ચોખા અને ઘઉંનો જથ્થો દિવેલા ગામના ખેતરમાંથી મળી આવ્યો હતો

New Update
  • ભરૂચના આમોદનો બનાવ

  • સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

  • ટ્રેક્ટરમાં અનાજની કરવામાં આવી હતી હેરાફેરી

  • રૂ.70 હજારની કિંમતનું અનાજ જપ્ત કરાયુ

  • સસ્તા અનાજની દુકાનમાં પણ તપાસ શરૂ કરાય

ભરૂચના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબો માટેના સરકારી અનાજની હેરાફેરી કરતા બે ઇસમો પોલીસની જાળમાં ફસાયા છે. ટ્રેક્ટરમાં ભરેલો ચોખા અને ઘઉંનો જથ્થો દિવેલા ગામના ખેતરમાંથી મળી આવ્યો હતો
ભરૂચ આમોદ પોલીસને મળેલી  બાતમીના આધારે ઓચ્છણ ગામની સીમથી પસાર થતા ટ્રેક્ટર નંબર GJ-16-BK-8233ને રોકી તપાસ કરવામાં આવી. ટ્રેક્ટર પાછળ લાગેલી ટ્રોલીમાં ચોખાની ૨૮ અને ઘઉંની ૧૯ થેલીઓ મળી આવી હતી. આ અનાજનો અંદાજિત કુલ વજન ૨૩૫૨ કિલોગ્રામ હોવાનું બહાર આવ્યું હતું.ટ્રેક્ટરનો ડ્રાઈવર ઈશ્વર રાઠોડ તથા અનાજનો માલિક ભૂપેન્દ્રભાઈ  પટેલે  પૂછપરછ દરમિયાન  કોઈ પણ આધારભૂત દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. આથી પોલીસે વધુ તપાસ કરતા અનાજનો જથ્થો ખેતરમાંથી પણ મળી આવ્યો હતો.પુરવઠા મામલતદાર અને પોલીસની ટીમે રૂ.70 હજારની કિંમતનું અનાજ અને રૂ.5 લાખની કિંમતનું ટ્રેકટર કબ્જે કર્યું હતું. આ સાથે જ ઓચ્છણ ગામે અનાજની દુકાન પર ચેકિંગ હાથ ધરાયું હતું. દુકાન સંચાલકના જવાબો અસંતોષકારક હોવાના કારણે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. 
Read the Next Article

રાજ્યકક્ષાની શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચના શૂટર્સે કુલ 14 મેડલ હાંસલ કર્યા !

અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે વાગરાના

New Update

અમદાવાદ ખાતે યોજાય હતી ચેમ્પિયનશીપ

રાજ્યકક્ષાની ચેમ્પિયનશીપનું આયોજન

ભરૂચના ખેલાડીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

14 મેડલ હાંસલ કરી ગૌરવ વધાર્યું

અગાઉ પણ 27 મેડલ કર્યા હતા હાંસલ

અમદાવાદ ખાતે યોજાયેલ 61મી ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ હાંસલ કર્યા છે
અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા રાયફલ શૂટિંગ એકેડમીના પ્રમુખ અરૂણસિંહ રણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને એમની મહેનત તથા પ્રતિભાને વખાણી હતી. સેક્રેટરી અજયભાઈ પંચાલે તમામ શૂટર્સને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે.મહત્વનું છે કે આ પૂર્વે ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં 27 મેડલ હાંસલ કર્યા હતા.