New Update
-
આજે ઠેર ઠેર નવા વર્ષને અપાયો આવકાર
-
ભરૂચમાં ઉલ્લાસભેર નવા વર્ષની ઉજવણી
-
દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન
-
એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવાય
-
મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નવા વર્ષના પ્રથમ દિવસે દેવળોમાં જઈ પ્રભુ ઈસુની આરાધના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી
ભરૂચ જિલ્લામાં વર્ષ 2024ની વિદાય અને 2025ને આવકારવાના પર્વ નવાવર્ષની શ્રદ્ધા, ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ખ્રિસ્તી ધર્મના દેવળોને નાતાલ પર્વ અગાઉથી રોશની, સ્ટારથી શણગારવમા આવ્યા છે. ૩૧ ડિસેમ્બરની મધ્યરાત્રિએ દેવળોમાં પ્રાર્થના, બોધપાઠ, ખ્રિસ્તયજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાયા બાદ નવા વર્ષે લોકોએ નવા વસ્ત્રો ધારણ કરી, ચર્ચમાં જઇ ધાર્મિક કાર્યક્રમોમાં આસ્થાભેર ભાગ લઇ પ્રભુ ઈસુની આરાધના કરી હતી.ભરૂચ શહેરની એમિટી સ્કૂલ નજીક આવેલ એબેન એઝર મેથોડીસ્ટ ચર્ચમાં પણ ખ્રિસ્તી ધર્મના લોકોએ ભેગા મળીને વિશેષ પ્રાર્થના કરીને નવા વર્ષને આવકારી એક બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
Latest Stories