ભરૂચ : ઝઘડીયાના ગુમાનદેવ નજીક ડમ્પર, કાર અને બાઈક વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત, 2 લોકો ઇજાગ્રસ્ત.

અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં બાઇક સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

Bharuch Triple Accident
New Update

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ નજીક ડમ્પરકાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાઈક સવાર 2 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ નજીક માર પર હાઇવા ડમ્પરકાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં બાઇક સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, SOUને જોડતા મુખ્ય માર્ગ પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. તો બીજી તરફઆવા અકસ્માતો જીવલેણ પર બનતા હોય છેત્યારે હાલ તો અહીના SOU માર્ગ પર બેફામ દોડતા વાહનો સામે પોલીસ લાલ આંખ કરી કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

#Connect Gujarat #accident #road accident #Triple accident #Bharuch Triple Accident #ટ્રિપલ અકસ્માત
Here are a few more articles:
Read the Next Article