ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયું, જુઓ વિદ્યાર્થીઓએ બિનજરૂરી પતંગની દોરીનું શું કર્યું..!

ઉત્તરાયણના પર્વમાં લોકોએ પતંગ ચગાવવાની ઘણી મજા માણી હશે. પરંતુ બિનજરૂરી પતંગની દોરીના કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે.

New Update
  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખુ અભિયાન હાથ ધરાયું

  • ઉત્તરાયણ બાદ બિનજરૂરી પતંગ દોરીને એકત્ર કરવામાં આવી

  • પક્ષી તેમજ લોકોને દોરી સામે રક્ષણ મળે તે માટેનું અભિયાન

  • માર્ગ-મકાન પરથી પતંગ દોરીનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો

  • શાળાની સરાહનીય કામગીરીને આસપાસના સ્થાનિકોએ બિરદાવી

Advertisment

ઉત્તરાયણના પર્વમાં લોકોએ પતંગ ચગાવવાની ઘણી મજા માણી હશે. પરંતુ બિનજરૂરી પતંગની દોરીના કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. જેમાં પક્ષીઓ સહિત વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે દોરીના ગુચ્છાઓ એકત્રિત કરવા ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી ઇજા પામતા અનેક પક્ષીઓ મોતને ભેટે છે. ઉપરાંત લોકો પતંગ ચગાવી બિનજરૂરી દોરીને ગમે ત્યાં જ ફેંકી દેતા હોય છેત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી તેમજ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખી જાહેર માર્ગ તથા વીજ વાયર પર લટકતી બિનજરૂરી પતંગની દોરીને એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોકેવિદ્યાર્થીઓએ શાળા વિસ્તારમાંથી બિનજરૂરી પતંગની દોરીનો જથ્થો એકઠો કરી શાળાને અર્પણ કર્યો હતો. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ આ અભિયાન થકી અન્ય લોકોને અનોખી રીતે માનવતાના દર્શન કરાવ્યા હતા. આમ અનોખું અભિયાન હાથ ધરવામાં આવતા લોકોએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

Latest Stories