ભરૂચ: ચૈતર વસાવાની જામીન મામલે BJPના આગેવાનો કોર્ટને ગુમરાહ કરતા હોવાના AAPના આક્ષેપ

ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા

New Update
  • ભરૂચ જિલ્લા આપ દ્વારા યોજાય પ્રેસ કોન્ફરન્સ

  • ચૈતર વસાવાના જામીન મામલે આક્ષેપ

  • ભાજપ પર આક્ષેપ કરાયા

  • ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરે છે: આપ

  • ઘટના સમયના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા માંગ

ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભાજપના આગરવાનો કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની પણ માગણી ઉઠાવવામાં આવી છે.ચૈતર વસાવા છેલ્લા 50 દિવસથી વધુ સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પ્રેસ કૉન્ફરન્સ યોજીને વિરોધ નોંધાવ્યો હતો.
Latest Stories