-
પાલિકા તંત્ર દ્વારા દબાણો હટાવાયા
-
સ્ટ્રીટ વેન્ડરોના દબાણો હટાવવામાં આવ્યા
-
આપ દ્વારા તંત્રની કામગીરીનો કરાયો વિરોધ
-
આપ નેતાએ ચીફ ઓફિસરને કરી રજૂઆત
-
સ્ટ્રીટ વેન્ડ પોલિસી બનાવવા કરાઈ માંગ
ભરૂચના લારી,ગલ્લા,પાથરણા વાળા વેપારીઓ માટે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા ખાતે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી જગ્યા ફાળવી આપવાની માંગ કરવામાં આવી હતી.
ભરૂચમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ લારી, ગલ્લા તેમજ પાથરણા વાળાઓને દૂર કરવામાં આવ્યા છે.ધંધા રોજગાર ગુમાવતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.તેઓની સમસ્યાના નિવારણ માટે જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમજ કાર્યકરોએ લારી ગલ્લા વાળાઓની સાથે પાલિકા ખાતે સૂત્રોચ્ચાર સાથે ધસી ગયા હતા.જોકે ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ ઉપસ્થિત ન હોય આ મુદ્દે પ્રાંત અધિકારી સાથે ટેલિફોનિક રજૂઆત કરી હતી.અને જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવીને જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.