New Update
-
ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયું આવેદનપત્ર
-
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
-
વીજ કંપનીના સ્માર્ટ મીટર બાબતે કરાય રજુઆત
-
સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવા માંગ
-
કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું અને વીજ કંપનીના સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમવર્ગના પરિવારની ચિંતા વધારી રહ્યો છે. હાલ નવા કનેક્શન લઇ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી.
સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ છે અને ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદો સામે આવી છે ત્યારે હાલ જે સાદા મીટર હતા જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા બધું સુવ્યવસ્થિત ચાલે છે તો એજ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત ન કરવાની માંગ કરવામાં આવી છે.
Latest Stories