New Update
ભરૂચમાં આપ દ્વારા કરવામાં આવ્યું આયોજન
પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું
ગોપાલ ઇટાલીયાની જીતના અભિનંદન પાઠવાયા
આવનાર ચૂંટણીઓ અંગે કરાય જાહેરાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ ઉમેદવારો ઉભા રાખશે
વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાની જીત બાદ આપ દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી
ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જીત બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી અને સમગ્ર ગુજરાતમાં પક્ષ માટે નવો અવસર ઉભો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.પિયુષ પટેલે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ભરૂચ નગર પાલિકા સહિતની સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ઉતારશે.તેમણે દાવો કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ આપના કાર્યકરોની જીત એ સાબિત કરે છે કે હવે રાજ્યની જનતા ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરી રહી છે
Latest Stories