/connect-gujarat/media/media_files/2025/01/25/jutnTyItItOmC9DPd6SZ.png)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની દ્વારા રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક અને યુનિટ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કંપનીના સંકુલમાં કરવામાં આવ્યું હતું.
જેમાં આરતી કંપનીના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી માનવાતાની મહેક પ્રસરાવી હતી. આ રક્તદાન શિબિરમાં 359 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતુ. ઉલેખ્યનીય બાબત એ પણ છે કે, આરતી કંપની ખાતે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં કંપનીના કર્મચારીઓ ઉત્સાહથી ભાગ લઈ માનવતાના આ ભગીરથ સેવાકાર્યમાં સહભાગી બનતા હોય છે.