ભરૂચ : શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં ABVPનું પોલીસ તંત્રને આવેદન...

રાજ્યમાં શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે, 

New Update
abppp

રાજ્યમાં શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છેત્યારે ભરૂચમાં ABVP દ્વારા પોલીસ વિભાગને આવેદન પત્ર પાઠવાયું હતું.

ગત તા. 19 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતોત્યારે રાજ્યમાં શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે. જેના ભાગરૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચના આગેવાનો અને કાર્યકરોએ એકત્ર થઈ શૈક્ષણિક પરિસરોમાં બનતી હિંસક ઘટનાઓને વખોડી કાઢી હતી. ભારત દેશમાં વિદ્યાર્થીઓ સાથે બનતી ઘટનાઓને રોકવા માટે ABVP મેદાનમાં આવ્યું છે. ગુજરાતભરમાં વિદ્યાર્થીઓના હિતમાં ABVP દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યો છેત્યારે ભરૂચમાં ABVP દ્વારા પોલીસ વિભાગને આવેદન પત્ર પાઠવાયું હતું. એટલું જ નહીં,  પોલીસ તંત્રને આવેદન પત્ર આપી વિદ્યાર્થીઓ સાથે બનતી ગંભીર ઘટના પર રોક લાગે તેવી માંગ કરવામાં આવી હતી.

Latest Stories