ભરૂચ: ABVP દ્વારા વિવેકાનંદ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, 14 ટીમોએ લીધો ભાગ

આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • એબીવીપી દ્વારા આયોજન કરાયુ

  • બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

  • 14 ટીમોએ ભાગ લીધો

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવેકાનંદ બોક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 14 ટીમોએ ભાગ લીધો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા રીચી ક્રિકેટ એકેડમી મધુરમ પાર્ટી પ્લોટ ખાતે વિવેકાનંદ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શહેર પ્રમુખ ભૌમિક પઢિયાર અને જિલ્લા સંયોજક મિહિર પટેલ દ્વારા યોજાયેલ ટુર્નામેન્ટમાં 14થી વધુ ટીમોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર પ્રફુલસિંહ ચુડાસમા,તક્ષ પંડ્યા અને ગુલાબ મંડળના નિલેશ પટેલ તેમજ આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories