ભરૂચ : જંબુસરની RTPCR લેબમાં થયેલ AC-લેપટોપની ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 1.71 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

New Update
Advertisment
  • જંબુસરની RTPCR લેબમાં થઈ હતી ચોરી

  • લેબમાંથી AC અને લેપટોપની ચોરીનો મામલો

  • ચોરી મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી

  • રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

Advertisment
ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
ભરૂચ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે RTPCR લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી. જેમાં રહેલ 6 AC તેમજ લેપટોપની ચોરી થતા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એ.વી.પાણમીયા તથા પી.એસ.આઈ. કે.બી.રાઠવા તથા સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી કરવામાં આવી હતી. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે તાત્કાલિક એક્શન લઇ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રીસોર્સિસના માધ્યમથી જંબુસરના મુબારક ઈસ્માઈલ મલેક તથા અનસ પટેલને ગણતરીના કલાકોમાં શોધી પોલીસ સ્ટેશને લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
મુબારક મલેક AC રીપેરીંગ તેમજ જુના AC લે-વેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 AC પૈકી 4 AC રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળીયામાં એક લીનોવો કંપનીનું લેપટોપ તથા હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બીલ્ડીટંગમાં બીજા 2 AC, ડોર સ્ટેપલર, સ્ટેપલર પીન તથા કેલ્યુલેટર સાથે સંતાડેલા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ. 1.71 લાખના ચોરીના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની અટકાયત કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Latest Stories