ભરૂચ : નબીપુર-અસુરીયા નજીક NH-48 પર 2 ટેમ્પો વચ્ચે અકસ્માત, સદનશીબે કોઈ જાનહાનિ નહીં…

ભરૂચ જિલ્લાના નબીપુર-અસુરીયા નજીક NH-48 પર 2 ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

New Update
  • નબીપુર-અસુરીયા નજીક NH-48 પર અકસ્માત

  • 2 આઇસર ટેમ્પો વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

  • સદનશીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થઈ

  • અકસ્માતના પગલે હાઇવે માર્ગ ઉપર ટ્રાફિકજામ

  • પોલીસે ક્રેનની મદદ લઈ ટ્રાફીકને હળવો કરાવ્યો

ભરૂચ જિલ્લાના નબીપુર-અસુરીયા નજીક NH-48 પર 2 ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકેઆ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

ભરૂચ જિલ્લાના નબીપુર-અસુરીયા નજીક NH-48 ઉપર નબીપુર અને અસુરીઆ વચ્ચે ભરૂચ તરફ જવાના માર્ગ પર 2 ટેમ્પો વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કડીથી સુરત તરફ કપચી ભરીને જઈ રહેલા એક આઇસર ટેમ્પો અન્ય આઇસર ટેમ્પો સાથે ભટકાતા બન્ને ટેમ્પો રોડ પર પલટી મારી ગયા હતા. જેના કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ભરૂચ ટ્રાફીક પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી ટ્રાફીક હળવો કરાવ્યો હતો.

Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.

Latest Stories