ભરૂચ : નેશનલ હાઇવે પર ટેમ્પો અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ટેમ્પોમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કરાયું

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર લુવારા નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ટેમ્પોમાં ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવવામાં આવ્યો હતો.

New Update
  • નેશનલ હાઇવે પર ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત

  • ટેમ્પો ચાલક ટેમ્પોમાં ફસાયાઓ

  • ટેમ્પો ચાલકનું રેસક્યું ઓપરેશન કરાયું

  • ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે ખસેડાયો

  • અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક સર્જાયો 

Advertisment

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર લુવારા નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ટેમ્પોમાં ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવવામાં આવ્યો હતો.

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. નેશનલ હાઇવે પર ભરૂચના લુવારા પાટીયા નજીક આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટેમ્પાનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.આ અંગેની જાણ કરવામાં આવતાં જ 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ તરફ ટેમ્પાની કેબિનમાં ફસાયેલા ચાલકને રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો હતો.અકસ્માતમાં તેને નાની મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતના બનાવમાં વધારો થયો છે.

Latest Stories