New Update
/connect-gujarat/media/media_files/2025/07/24/dheli-2025-07-24-14-51-36.png)
ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી પુલના ડાઈવર્ઝન પાસે ટ્રકમાં કેટીએમ બાઈક ઘુસી જતા બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી.
રાજપારડીના ભીમપોર ગામમાં રહેતા 18 વર્ષીય સુજલ અજિત વસાવા તેના સંબંઘી જતીન વસાવા આજરોજ પોતાની કેટીએમ બાઈક લઈ વાલિયા તાલુકાના ડહેલી ગામેથી બાઈક લઈ પૂરપાટ ઝડપે વાલિયા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન વાડી-વાલિયા માર્ગ ઉપર ડહેલી પુલના ડાઈવર્ઝન પાસે સામેથી આવતી ટ્રકને કટ મારવા જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બંને બાઈક સવારોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં જતીન વસાવાની હાલત ગંભીર જણાતા તેને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories