New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
એકતા દિવસ નિમિત્તે આયોજન
રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો
અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
નગરજનો મોટી સંખ્યામાં જોડાયા
સરદાર વલ્લભભાઈ પટેલ 150 મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે ભારતમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે.આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા “રન ફોર યુનિટી-૨૦૨૫” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “રન ફોર યુનિટી કાર્યક્રમનો પ્રારંભ કલેક્ટર કચેરી ખાતેથી લીલીઝંડી બતાવી કરાવવામાં આવ્યો હતો. જેનું શક્તિનાથ સર્કલ – પંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, અધિક કલેકટર એન.આર.ધાંધલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, ખેલાડીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડસ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો જોડાયા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
Latest Stories