ભરૂચ: 2 વર્ષ બાદ નર્મદા નદીમાં ફરીવાર સંભવિત પુરની પરિસ્થિતિ, નદીનું જળસ્તર ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહ્યુ

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 26  ફૂટ સુધી પહોંચ્યું હતું જેના પગલે સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું

New Update
  • ભરૂચ નજીક નર્મદા નદીમાં પુરની પરિસ્થિતિ

  • નર્મદા નદી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી

  • કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ

  • વહીવટી તંત્રની પરિસ્થિતિ પર નજર

  • 2 કાંઠે વહેતી નર્મદાનું ભયાવાહરૂપ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 26  ફૂટ સુધી પહોંચ્યું હતું જેના પગલે સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 5.30 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીમાં બે વર્ષ બાદ પુર આવ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે શુક્રવારે સવારે નદીએ તેની ભયજનક સપાટી 24 ફૂટ વટાવી દીધી હતી.બપોરના સમયે નર્મદા નદીનું જળસ્તર 26 ફૂટ પર પહોંચ્યું હતું જેના પગલે કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લા પોલીસવાડા અક્ષયરાજ મકવાણાએ નદી કિનારે પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.ખાસ કરીને અંકલેશ્વરના કાંઠા વિસ્તારના 14 ગામોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ તરફ ભરૂચના નીચાણવાળા વિસ્તારો ગોલ્ડન બ્રિજ ઝુપડપટ્ટી, ફુરજા અને દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં પણ લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.પરિસ્થિતિ વધુ ગંભીર જણાશે તો તંત્ર દ્વારા સ્થળાંતર સહિતની કામગીરી કરાશે અને આ તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. જો કે હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે. 
Latest Stories