ભરૂચ : જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે વિવાદ બાદ સંતો-મહંતોએ પારણા કરી અનશનની કરી પૂર્ણાહુતિ

ભરૂચ શહેરની જામા મસ્જિદને મુદ્દે વિવાદ વકર્યો હતો,અને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા હતા,તેમજ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.

New Update
chakrdfgr

ભરૂચ શહેરની જામા મસ્જિદને મુદ્દે વિવાદ વકર્યો હતો,અને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા હતા,તેમજ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.જોકે સંતો મહંતોએ પારણા કરીને અનશનની પુર્ણાહુતિ કરી હતી.

ભરૂચ સવારે 10:00 કલાકથી જામા મસ્જિદના વિવાદના મુદ્દે અનશન પર બેઠેલા સંતો અને મહંતોએ પારણા કરીને અનશનની પૂર્ણાહુતિ કરી હતી. આ અંગે સ્વામી મુક્તાનંદે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા પોલીસ વડા સાથે થયેલી ચર્ચા દરમિયાન તેમની રજૂઆતો અંગે બે મહિનાના સમયગાળા અંદર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થાય તો સંતો અને મહંતો ફરીથી અનશન પર ઉતરવા માટે મજબૂર બનશે.

Latest Stories