ભરૂચ:નિર્ભયા કાંડ બાદ હેવાનીયતની વધુ એક ઘટના, આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ

આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય મહિલા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું

New Update
  • ભરૂચમાં હેવાનીયતની વધુ એક ઘટના

  • નિર્ભયા કાંડ બાદ દુષ્કર્મનો બીજો બનાવ

  • આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા પર આચરાયું દુષ્કર્મ

  • 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું

  • આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરી

ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ હવે આમોદના એક ગામમાં 72 વર્ષના વૃધ્ધા પર દુષ્કર્મનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ બાળકીનું મોત નિપજ્યું ત્યારે હવે આમોદના એક ગામમાં 72 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય મહિલા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગેની જાણ આમોદ પોલીસને થતા પોલીસે નરાધમ સામે દુષ્કર્મ તેમજ ધાકધમકી આપવાનો ગુનો દાખલ કર્યો છે.આ મામલામાં નારાધમ આરોપીએ આજથી દોઢ વર્ષ પૂર્વે આજ વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
હાલ આરોપી થોડા દિવસ અગાઉ જ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો ત્યારે ફરીવાર તેણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે. આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી ફરાર આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ આ તપાસમાં જોડાય છે.
Read the Next Article

ભરૂચ:સામાજિક સેવાકાર્યો અર્થે ગરુડ સેનાની રચના, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા કરાશે પ્રયાસ

ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી ગરુડ સેના નામના નવા પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સામાજિક સેવાના હેતુથી પ્રારંભ કરાયો

  • ગરુડ સેના નામના પ્રકલ્પનો પ્રારંભ

  • રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો કરાશે

  • સેજલ દેસાઈ સહિતના આગેવાનો જોડાયા

ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી ગરુડ સેના નામના નવા પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી સામાજિક ક્ષેત્રે કાર્યરત સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ અને દાનુ ભરવાડની આગેવાનીમાં ગરુડ સેના નામની એક નવી સંસ્થાની રચના કરવામાં આવી છે. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ કલ્યાણના કાર્યો હાથ ધરવાનો છે.ગરુડ સેના દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓ જેવી કે જરૂરિયાતમંદોને મદદ, પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અભિયાન, શિક્ષણ ક્ષેત્રે સહાય, આરોગ્ય જાગૃતિ અને અન્ય સામાજિક કાર્યો કરવામાં આવશે. આ પહેલ દ્વારા  ભરૂચના નાગરિકોના સહયોગથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરાશે