ભરૂચ : આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન,સમાજની 46 ટીમે લીધો ઉત્સાહ પૂર્વક ભાગ

ભરૂચ જિલ્લા  આહીર  સમાજ દ્વારા સમાજમાં એકતા અને આત્મીયતા વધારવાના ઉમદા ઉદ્દેશ સાથે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 'ક્રિકેટ ટુર્નામેન્ટ-2025' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

New Update
  • આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

  • અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન

  • સંગઠન અને આત્મીયતા વધારવાનો પ્રયાસ

  • આહીર સમાજની 46 ટીમે ઉત્સાહપૂર્વક લીધો ભાગ

  • રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે ટુર્નામેન્ટનો કર્યો પ્રારંભ  

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

ભરૂચ જિલ્લા  આહીર સમાજ દ્વારા 'ક્રિકેટ ટુર્નામેન્ટ-2025'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 46 ટમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.સમાજમાં સંગઠન અને આત્મીયતા વધારવાના  ઉદ્દેશ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લા  આહીર  સમાજ દ્વારા સમાજમાં એકતા અને આત્મીયતા વધારવાના ઉમદા ઉદ્દેશ સાથે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 'ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ સ્વર્ગસ્થ બાલુભાઈ જગાભાઈ  આહીર  તથા સ્વર્ગસ્થ લલીતાબેન બાલુભાઈ  આહીરના સ્મરણાર્થે ઉપેન્દ્ર બાલુભાઈ આહિર અને તેમના પરિવાર તરફથી જિલ્લા આહીર સમાજના યુવાનો માટે યોજવામાં આવી છે.

સમાજ સંગઠિત થાય અને યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે તેવા હેતુથી આયોજિત આ ક્રિકેટ મહોત્સવમાં જિલ્લાભરમાંથી કુલ 46 ટીમ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે.ટુર્નામેન્ટનો શુભારંભ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ્  હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યો હતોજેમણે આ પ્રસંગે સમાજના યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ભવ્ય આયોજનમાં આહીર સમાજના અગ્રણીઓ નટુ.જે.કાપડિયાદિનેશ.પી.આહીરપરસોત્તમ.પી. આહીરડાહ્યા.એમ.આહીર,સુરેશ આહીરનીરૂબેન આહીર તેમજ સમાજના અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગેઆહીર સમાજ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ પૂરું પાડવા બદલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર મુર્તુજા વખારવાલા તેમજ ગ્રાઉન્ડના સંચાલક સલામ મલેકનું પણ સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Latest Stories