ભરૂચ: નવા SP તરીકે અક્ષયરાજ મકવાણાની નિમણુંક, મયુર ચાવડાની સ્ટેટ મોનીટરીંગ સેલના અધિક્ષક તરીકે બદલી

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 116 આઈપીએસ અધિકારીની બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની પણ બદલી કરવામાં આવી છે.

New Update
sp

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 116 આઈપીએસ અધિકારીની બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની પણ બદલી કરવામાં આવી છે.

ભરૂચ એસપી મયુર ચાવડાની ગાંધીનગર સ્ટેટ મોર્નિંગ સેલના પોલીસ અધિક્ષક તરીકે બદલી કરવામાં આવી છે તો ભરૂચના નવા એસપી તરીકે અક્ષયરાજ મકવાણાની નિમણૂક કરવામાં આવી છે. અક્ષયરાજ મકવાણા બનાસકાંઠાના પોલીસ અધિક્ષક રહી ચૂક્યા છે. રાજ્યમાં એક સાથે 100થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને બદલી કરાતા પોલીસ બેડામાં જવા ખળભળાટ મચી જવા પામ્યો છે.25 જિલ્લાના એસ.પી.અને 4 શહેરોના 32 ડીસીપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે.આવનારા દિવસોમાં રેન્જ આઈ.જી.કક્ષાના અધિકારીઓની બદલીનો પણ દૌર શરૂ થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Latest Stories