ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે ફાંટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી, સ્થાનિકો ત્રાહિમામ

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

New Update
  • ભરૂચના ફાંટા તળાવ વિસ્તારના દ્રશ્યો

  • વરસાદી માહોલ વચ્ચે ગંદકીના દ્રશ્યો

  • ગંદકીએ માઝા મુકતા સ્થાનિકો ત્રાહિમામ

  • રોગચાળો ફાટી નિકળવાની દહેશત

  • નગર સેવા સદને પ્રશ્નના નિરાકરણની આપી ખાતરી

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ ફાટા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલમાં જ વરસેલા વરસાદમાં ગંદકીએ જાણે માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.આ અંગે નગર સેવા સદનમાં રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે ત્યારે આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગંદકીના આ પ્રશ્નને દૂર કરવામાં આવશે સાથે ચોમાસાના સમયમાં ગંદકી ન થાય તેની તકેદારી રાખવા તેઓએ શહેરીજનોને અપીલ કરી હતી

Latest Stories