New Update
ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન
સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાઓ દ્વારા વિરોધ
અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
અમિત શાહ માફી માંગે એવી માંગ
દેશના ગૃહ મંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર અંગે કરેલ નિવેદનના વિરોધમાં ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવાયો હતો. દેશના ગૃહ મંત્રી અમિત શાહે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે સંસદમાં કરેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.
ત્યારે આજરોજ ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે જ અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે.