New Update
ભરૂચના આમોદ તાલુકાના રોજા ટંકારીયાથી આછોદ ગામ તરફ આવતા બે ઈસમોને પોલીસે સો કિલો વજનનો લોખંડનો વાલ્વ અને એકટીવા સાથે ઝડપી પાડ્યા હતા.
આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર આર બી કરમટીયાની બાતમીના આધારે રોજા ટંકારીયાથી આછોદ જવાના રસ્તા ઉપર શંકાસ્પદ એકટીવા સાથે બે ઈસમો લોખંડના વાલ્વ તેમજ એકટીવા તથા મોબાઇલ સાથે કુલ રૂપિયા ૧,૦૩,૫૦૦ નો ગણી સદર ઇસમોને તપાસ અર્થે મુદ્દા માલ કબજો કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જે બાબતે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આમોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસે આમોદ તાલુકાના આછોદ ગામના અશ્વિન વસાવા, મુબારક યાકુબ વોહરા નામના બે શંકાસ્પદ ઈસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories