ભરૂચ: આંગણવાડી વર્કસ બહેનો પર અજાણ્યા નંબરથી અશ્ર્લીલ વિડીયો કોલથી હેરાનગતી, સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

ભરૂચમાં આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે.

New Update
  • ભરૂચમાં આંગણવાડી બહેનોને હેરાનગતિ

  • ન્યૂડ વિડીયો કોલ દ્વારા હેરાનગતિ

  • 35થી વધુ બહેનો પર અશ્લીલ વિડીયો કોલ

  • સાયબર ક્રાઇમ પોલીસમાં અપાય ફરિયાદ

  • કોલ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે આંગણવાડી બહેનો દ્વારા આજરોજ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલન કરે છે.ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1500 બહેનો કાર્યરત છે.આ મહિલાઓ પૈકી ભરૂચ,ઝઘડીયા,નેત્રંગ અને વાલીયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે.
જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનોને ન્યૂડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે,બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્ર્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાયો છે.આ સાથે કેટલીક બહેનોના ઘરમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આજરોજ આંગણવાડી કાર્યકરો દ્વારા સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી અને વીડિયો કોલ કરનાર શખ્સને ઝડપી તેની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
Latest Stories