ભરૂચ- અંકલેશ્વરમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ, પ્રભુ શ્રી રામને અતિપ્રિય હતી જલેબી!

અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકો ફાફડા-જલેબીની જયાફત ઉડાવી રહ્યા છે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે.

New Update

આજે દશેરાના પર્વની ભરૂચ-અંકલેશ્વરમાં ઉજવણી

દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ

લોકોએ સવારથી જ લાઇન લગાવી

450 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાણ

પ્રભુ શ્રીરામને પ્રિય હતી જલેબી

આજરોજ દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી દીધી હતી છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ ગાતા હોય છે. ભલે રાત્રે મોડે સુધી ગરબા રમ્યાં હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા તથા જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે. વહેલી સવારથી જ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે.
તાજા તળેલાં ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ અને સાથે  મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાઈનમાં ઉભા રહી જાય છે. અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકો ફાફડા-જલેબીની જયાફત ઉડાવી રહ્યા છે.દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે.
એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શશકૌલી કહેવામાં આવતી હતી. જલેબી ખૂબ મીઠી હોય છે તેથી તેની સાથે ફાફડા ખાવામાં આવે છે અને ત્યારથી દશેરાના પર્વએ ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે.અંકલેશ્વરમાં 450 રૂપિયે પ્રતિકિલો ફાફડા જલેબીનું વેચાણ થયું હતું
#Connect Gujarat #દશેરા #Fafda Jalebi #bharuch navratri #Navratri 2024 #ફાફડા જલેબી #Dusherra
Here are a few more articles:
Read the Next Article