ભરૂચ: હાંસોટના ઇલાવની R.K.વકીલ હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ તેમજ બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

આર. કે. વકીલ હાઈસ્કૂલ તથા અલકાબેન શાંતિલાલ વૈદ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા-વિદાય સમારંભ  યોજાયો હતો.

New Update
1004394242

ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર. કે. વકીલ હાઈસ્કૂલ તથા અલકાબેન શાંતિલાલ વૈદ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા-વિદાય સમારંભ  યોજાયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિવૃત્ત અગ્ર સચિવ ડી. એન. વસાવા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ડી.ડી. પંડ્યા-નિવૃત્ત, સી.એમ., બેંક ઑફ બરોડા, બી.આર. પટેલ નિવૃત્ત, જી.એમ., બેંક ઑફ બરોડા, ધનસુખ પટેલ-ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત જી.એમ., એલિકોન ઇન્ડસ્ટ્રીઝ, આણંદ,મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જીગ્નેશ પટેલ,મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડીયા,રાજવી કઠવાડીયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
મહાનુભાવો તથા શિક્ષકોના વરદહસ્તે શિશુ-૧ થી ધોરણ ૧૨ સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા. ઇનામ વિતરણના પ્રાયોજક તરીકે મંડળના ટ્રસ્ટી  વલ્લભભાઈ કે. પટેલ રહ્યા હતા.આ પ્રસંગે ડી.ડી. પંડ્યા દ્વારા છાત્રાલયને પ્રિન્ટરની ભેટ અર્પણ કરવામાં આવી હતી. 
Latest Stories