ભરૂચ: શિયાળો શરૂ થતા જ લસણના ભાવે ગરમાટો લાવી દીધો, ભાવ રૂ.500ને પાર !

એક તરફ શિયાળો શરૂ થઈ ગયો છે જેના કારણે લસણની માંગ વધી છે. જોકે વધતી માંગ સામે લસણના ભાવ પણ સાતમાં આસમાને છે. જેના કારણે લોકો માત્ર 100 ગ્રામ લસણ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

New Update

આરોગ્યપ્રદ શિયાળાનો પ્રારંભ

શિયાળાના પ્રારંભે જ લસણના ભાવમાં વધારો

છૂટક માર્કેટમાં લસણનો ભાવ રૂ.500ને પાર

ઓછા ઉત્પાદનના કારણે ભાવમાં વધારો

લોકો માત્ર 100 ગ્રામ લસણ જ ખરીદવા મજબુર

એક તરફ શિયાળો શરૂ થઈ ગયો છે જેના કારણે લસણની માંગ વધી છે. જોકે વધતી માંગ સામે લસણના ભાવ પણ સાતમાં આસમાને છે. જેના કારણે લોકો માત્ર 100 ગ્રામ લસણ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
આરોગ્યપ્રદ શિયાળાનો પ્રારંભ થયો છે અને લોકો ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારની વાનગીઓ આરોગવામાં આવે છે જેમાં લસણનો ઉપયોગ મહત્તમ થાય છે.શિયાળો શરૂ થતાંની સાથે લીલા અને સુકા લસણના ભાવમાં એકાએક વધારો જોવા મળ્યો છે. છેલ્લાં કેટલાંક મહિનાથી લસણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચમાં જથ્થાબંધ માર્કેટમાં હાલ લીલું અને સૂકું લસણ 350થી 400 રૂપિએ કિલો વેચાઈ રહ્યું છે તો છૂટક માર્કેટમાં લસણનો ભાવ 500થી 600 રૂપિયા કિલોએ પહોંચ્યો છે ત્યારે લોકો માત્ર 100 ગ્રામ લસણ ખરીદવા જ મજબુર બન્યા છે. આ અંગે લસણના વેપારી ચિન્ટુ ધોરાવાલાએ જણાવ્યું હતું કે હાલ નાશિક તરફથી લીલા લસણની આવક થઈ રહી છે જેના પગલે ભાવમાં વધારો છે. ગુજરાતમાં પાકતું  લસણ સ્થાનિક માર્કેટમાં એક થી દોઢ મહિના બાદ આવશે ત્યાર પછી ભાવમાં સામાન્ય ઘટાડો થાય તેવી આશા છે.
લસણએ જીવનજરૂરીઆતની વસ્તુ છે, તેનો ભાવ ગમે તેટલો હોય તે ભોજન બનાવવા માટે જોઈએ જ. અને આના કારણે લસણની માંગ સતત ચાલુ રહી છે અને પુરવઠો ઓછો હોવાથી ભાવ આસમાને પહોંચ્યો છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના અને ધુમ્મસના લીધે લસણના પાકની ગુણવત્તા બગડે છે અને લસણ સંકોચાયેલું પાકે છે. જેના કારણે ખેડૂતને પાકનું વળતર ઓછું મળે છે. અને આ વર્ષે કમોસી વરસાદના કારણે લસણના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે જેના કારણે ભાવ પર અસર જોવા મળી રહી છે.
Read the Next Article

અંકલેશ્વર: દાઢલ ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં ડૂબી જતાં મોત, થોડા સમય પૂર્વે પાણીમાંથી અંતિમ યાત્રા લઇ જવી પડી હતી

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો સમયે અચાનક તે ઊંડા પાણીમાં

New Update
cssss

અંકલેશ્વરના સાગબારા ફાટકથી દઢાલ ગામ વચ્ચે અમરાવતી ખાડીમાંથી પસાર થતા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો.તે સમયે અચાનક તે ઊંડા પાણીમાં ગરક થતા તે ડૂબી ગયો હતો.આ અંગેની જાણ ગ્રામજનો થતા તેઓએ તેની ખાડી શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે વારંવાર તંત્રમાં આ સ્થળે નાળા સાથે માર્ગ બનાવવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી છે.સાથે ટેન્ડર પણ પાસ થઈ ગયું છે પરંતુ આગળની કામગીરી ક્યાં અટવાઈ છે.તેવો કચવાટ ગ્રામજનોમાં ચાલી રહ્યો છે.