ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલી અંગેના વિડીયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં, જુઓ શું લીધા પગલાં

ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલી અંગેના વિડીયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને પરિક્રમાવાસીઓની બોટને રોરો ફેરીની જેટી પર લંગારવાની મંજૂરી આપવામાં આવી છે

New Update
  • ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓને મુશ્કેલી

  • મુશ્કેલી અંગેના વિડીયો થયા હતા વાયરલ

  • બોટમાંથી પાટીયા પરથી ચાલી કિનારે જવું પડતું હતું

  • મામલતદારે લીધી સ્થળ મુલાકાત

  • બોટને અન્ય જેટી પર લંગારવાની પરવાનગી અપાય

ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલી અંગેના વિડીયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને પરિક્રમાવાસીઓની બોટને રોરો ફેરીની જેટી પર લંગારવાની મંજૂરી આપવામાં આવી છે
ભરૂચના દહેજ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. સમુદ્રમાં ઓટના સમયે બોટ કિનારા સુધી પહોંચી ન શકતા પરિક્રમાવાસીઓને જીવનજોખમે બોટમાંથી પાટિયા ઉપરથી ચાલી કિનારે પહોંચવું પડી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું.વિડીયો વાયરલ થયા બાદ તાલુકા મામલતદાર અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર જઈ પરિસ્થિતિની તપાસ કરી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં રૂપે રોરો ફેરીની જેટી પર પરિક્રમાવાસીઓની બોટ લંગારવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેના કારણે જોખમમાં આંશિક ઘટાડો થયો હોવાનું કહેવાય છે.જો કે, જેટી પર રેલિંગવાળો સુરક્ષિત રેમ્પ ન હોવાના કારણે હજુ પણ પરિક્રમાવાસીઓને બોટમાંથી પાટિયા પર ચાલી કિનારે ઉતરવું પડી રહ્યું છે, જે જોખમભર્યું સાબિત થઈ શકે છે.આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સ્થાનિક લોકો અને પરિક્રમાવાસીઓ દ્વારા વહેલી તકે કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે
Latest Stories