ભરૂચ: ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં પનામાં રોગનો એટેક, ધરતીનો તાત ચિંતાતુર

ભરૂચના ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં રોગનો પગ પેસારો થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ રોગમાં  ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થડ સુકાઈ જતા ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયા પંથકમાં થાય છે ખેતી

  • વિવિધ ગામોમાં કેળના પાકની વિપુલ પ્રમાણમાં ખેતી

  • કેળના પાકમાં પનામાં નામનો રોગ

  • રોગના કારણે આખુ થડ સુકાઈ જાય છે

  • પાક નષ્ટ થતા ખેડૂતોને આર્થિક ફટકો

ભરૂચના ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં રોગનો પગ પેસારો થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ રોગમાં  ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થડ સુકાઈ જતા ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે.
ભરુચના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં વિપુલ પ્રમાણમા કેળાની ખેતી થતી હોય જેમાં ઇન્દોર, પાણેથા, વેલુગામ મોટા -વાસણા જેવા ગામોમા કેળના પાકની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઝઘડીયા તાલુકાના મોટા -વાસણા ગામમા કેળના પાકમાં એક  વિચિત્ર પ્રકારનો રોગ જોવા મળે રહ્યો છે.જેમાં કેળ પરિપક્વ થઇ જાય અને કેળ તૈયાર થઈ જાય છે ત્યારબાદ આ રોગના કારણે તેની ગાંઠમાં સુકારો જોવા મળે છે અને ધીરે ધીરે પૂરેપૂરું થડ સુકાઈ જાય છે.આ રોગનું નામ પનામા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.ખેડૂતોના  જણાવ્યા અનુસાર આ રોગ એટલો ખતરનાક છે કે જો કોઈ ખેતરમાં પનામાં રોગનો એટેક હોય અને જો કોઈ વ્યક્તિ એ ખેતરમાં જાય અને ત્યારબાદ બીજાના ખેતરમાં જાય તો આ રોગ  તે જમીનમાં પણ પ્રવેશે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર જો આ રોગ પર તંત્ર દ્વારા કોઈ નિયંત્રણ નહીં કરવામાં આવે તો કેળાન પાક બરબાદ થઈ જશે તેમ જણાવ્યું હતું
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ચાસવડની દૂધડેરીમાંથી રૂ.5 લાખના ઘીની ચોરીમાં મામલામાં 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
Chasvad dairy
ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે નેત્રંગ પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના મામલામાં ઝરણા ગામનો કીરણ રણજીતભાઇ વસાવા તથા ભેંસખેતર ગામના કીશન મહેશભાઈ વસાવા તથા અજય જગદીશભાઇ વસાવા તથા જગદીશભાઇ રામાભાઇ વસાવા તથા ડુંગરી ગામનો પ્રહલાદ છનાભાઇ વસાવા તથા જતીન નાનુભાઇ વસાવા સંડોવાયેલ છે જે તમામ હાલમાં ઝરવાણી બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં ભેગા થયા છે જે બાતમીના આધારે દરોડા પાડતા 6 ઇસમોમી અટકાયત કરી હતી.
જેઓની પૂછપરછ કરતા તેઓએ ચોરી અંગેની કબૂલાત કરી હતી. આરોપીઓ ચોરીનું ઘી દુકાને વેચી આવતા જેમાંથી જે રૂપીયા મળતા હતા એ તેઓ સરખા ભાગે વહેંચી લેતા હતા.આ મામલામાં ચોરીનું ઘી ખરીદનાર ગોપાલ  ગાંધીની પણ પોલીસે ધરપકડ કરી છે.