ભરૂચ: 10 વર્ષની નિર્ભયા જલ્દી સ્વસ્થ થાય એ માટે સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન-કિર્તતનનો કાર્યક્રમ યોજાયો

ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે આચરાયેલ દુષ્કર્માના મામલામાં બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે ઝઘડીયાના રાજપાડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
Advertisment
  • ભરૂચમાં બન્યો હતો બનાવ

  • 10 વર્ષની બાળકી સાથે આચારાયું દુષ્કર્મ

  • બાળકી ગંભીર હાલતમાં સારવાર હેઠળ

  • સારસા માતાજીના મંદિરે ભજપ કીર્તન કરાયુ

  • બાળકી જલ્દી સ્વસ્થ થાય એ માટે કરાય પ્રાર્થના

Advertisment
ભરૂચ જિલ્લાના એક ગામમાં 10 વર્ષની બાળકી સાથે આચરાયેલા દુષ્કર્માના મામલામાં બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના એક ગામમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જેમાં આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દેતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી ,અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.ત્યારે બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે રાજપાડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્થાનિક આગેવાન ધનરાજ વસાવા તેમજ ગ્રામજનો દ્વારા મંદિરના પટાંગણમાં ભજન કરવામાં આવ્યા હતા અને બાળકી જલ્દી સાજી થઈ જાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.આ સાથે જ આ કઠિન પરિસ્થિતિ સહન કરવાની પરિવારજનોને માતાજી શક્તિ આપે તે માટે પણ પ્રાર્થના કરાઈ હતી.
Latest Stories