New Update
આજે તારીખ 19 ઓગષ્ટ
વર્લ્ડ ફોટોગ્રાફી ડે
ભરૂચ જિલ્લામાં કરાયુ આયોજન
જનજાગૃતિ રેલી યોજાય
મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો જોડાયા
આજરોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસો.દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો જોડાયા હતા
ભરૂચ વર્લ્ડ ફોટોગ્રાફી ડેની નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ઝાડેશ્વરના સાંઈ મંદિરથી પ્રારંભ થઈને નીલકંઠ ઉપવન સુધી યોજાઈ હતી.ફોટોગ્રાફી માત્ર રોજગાર નહીં પરંતુ એક સર્જનાત્મક કળા છે – એવો સંદેશ આ રેલી દ્વારા જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.૧૯ ઑગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે. 1839માં ફ્રાન્સે "ડેગેરોટાઇપ" નામની પ્રથમ કેમેરા ટેક્નિક દુનિયાને અર્પણ કરી હતી, તે દિવસની યાદમાં આ દિવસ ઉજવાય છે. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સમયાંતરે તાલીમ આપવામાં આવે છે, જેથી યુવાનોને ફોટોગ્રાફી ક્ષેત્રે નવા અવસરો મળી શકે અને આ કળા જીવંત રહી શકે.
Latest Stories