ભરૂચ : “બિરસા મુંડા રથયાત્રા” નેત્રંગ આવી પહોચતા ભવ્ય સ્વાગત કરાયું, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાવી હતી.....

New Update
  • સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરાયું

  • બિરસા મુંડા રથયાત્રા નેત્રંગ ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરાયું

  • નેત્રંગ ચાર રસ્તા પર બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા

  • બિરસા મુંડાના વિચારોને જન-જન સુધી પહોંચાડવાની જરૂર : સાંસદ

  • મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો-ગ્રામજનોની ઉપસ્થિતિ

ભગવાન બિરસા મુંડાના વિચારો જન-જન સુધી પહોચે તે હેતુથી સરકાર દ્વારા બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે બિરસા મુંડા રથયાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવી પહોચતા સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાવી હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ભગવાન બિરસા મુંડા રથયાત્રાની શરૂઆત કરતાં આ રથયાત્રા નેત્રંગ ચાર રસ્તા ખાતે આવી પહોંચતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કેભગવાન બિરસા મુંડાના વિચારો જન-જન સુધી પહોંચે અને આદિવાસી સમાજ પ્રેરણા મેળવે તે માટે માટે બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી જન-જન સુધી પહોંચાડવી અત્યંત જરૂરી બન્યું છે. આ પ્રસંગે ભરૂચ જીલ્લા અને તાલુકાના પદાધિકારી તેમજ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories