ભરૂચ : બેરોજગારીના વિડીયો વાયરલ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને-સામને

ભરૂચ ઝઘડિયાની થર્મેકસ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં

New Update

ભરૂચ ઝઘડિયાની થર્મેકસ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડયા હતા.આ મામલે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે

કેન્દ્ર અને રાજય સરકાર રોજગારીના મોટા દાવાઓ કરી રહી છે પણ આ દાવાઓનો ફૂગ્ગો ફૂટી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ધકકામુકકીના કારણે હોટલની રેલિંગ તુટી પડતાં યુવાનો નીચે પણ પટકાયા હતાં પણ સદનસીબે કોઇને ઇજા પહોંચી ન હતી. ઝઘડિયામાં થર્મેકસમાં કંપની વિસ્તરણ હેઠળ તેના નવા પ્લાન્ટ માટે 5 જગ્યા ઉપર કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન કરાયું હતું.
શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઈઝર, ફિલ્ટર-મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે 9 જુલાઈએ વોક ઇન ઇન્ટવ્યું આયોજિત કરાયો હતો જેમાં ભારે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા . કોંગ્રેસ દ્વારા તેમના ઓફિશયલ એક્સ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા આ તરફ ગુજરાત ભાજપે પણ પોસ્ટ કરી કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. આ તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવા તો કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે પણ રોજગારી મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા
તો આ તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કંપનીની ભૂલના કારણે આ માહોલ સર્જાયો હતો. આવનારા સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સૂચના આપવામાં આવી છે
Read the Next Article

ભરૂચ:ડો. અમિત ભગુભાઈ ભીમડાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત,કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં આપી છે ઉત્કૃષ્ટ સેવા

મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો

New Update
Dr Amit Bhagu Bhimada
ભરૂચના  અમિત ભગુભાઈ ભીમડાને દિલ્હીની પ્રસિદ્ધ મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો છે. ડો.અમિત ભીમડા છેલ્લા 2 વર્ષથી કોઈપણ દવા કે ઓપરેશન વિના માત્ર Bone Alignment પદ્ધતિ તથા આયુર્વેદના માધ્યમથી સારવાર આપી રહ્યા છે.

Dr Amit Bhagu Bhimada

તેઓએ અત્યાર સુધીમાં 1000થી વધુ દર્દીઓને કમર, ગળા, ઘૂંટણ, સર્વાઇકલ, સાયટિકા સહિત અનેક જાતના જોડાનાં દુઃખાવાઓ અને નસ દાબાવાથી થતા દુઃખાવામાં સંપૂર્ણ આરામ આપ્યો છે. આ સિદ્ધિ બદલ તેઓને  શુભેરછા પાઠવવામાં આવી છે.