/connect-gujarat/media/media_files/2025/11/04/bj-jmnb-2025-11-04-13-50-00.png)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ વાંટા ગામે વેડચ જિલ્લા પંચાયત સીટના અનુસંધાનમાં ભાજપ દ્વારા "સ્નેહમિલન કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માજી મંત્રી છત્રસિંહ મોરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ નીતિન પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ કુલદીપસિંહ યાદવ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, સારોદ વાંટા ગામના સરપંચ શ્રીમતી સરસ્વતીબા ધર્મેન્દ્રસિંહ સિંધા તથા અન્ય આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સંગઠન મજબૂત બને તે માટે સૌને એકતા પૂર્વક કાર્ય કરવા માટે આહવાન કર્યું હતું. આવનારા સમયમાં ગ્રામ વિકાસ અને રાજકીય સશક્તિકરણ માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, કાર્યકરો અને મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.