ભરૂચ: BJP દ્વારા સેવા પખવાડીયા અંતર્ગત મેગા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ

ભરૂચમાં ભાજપ દ્વારા સેવા પખવાડિયાં અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાત મંદોએ લાભ લીધો હતો.

New Update
  • ભરૂચમાં કરાયુ આયોજન

  • ભાજપ દ્વારા આયોજન

  • સેવા પખવાડિયાની ઉજવણી

  • રક્તદાન શિબિર યોજાય

  • મેગા મેડિકલ કેમ્પ પણ યોજાયો

ભરૂચમાં ભાજપ દ્વારા સેવા પખવાડિયાં અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાત મંદોએ લાભ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાંનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ભરૂચની નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ફ્રી મેગા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તબીબી સેવાઓનો લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભાજપ યુવા પ્રમુખ રૂષભ પટેલ, નારાયણ વિદ્યા વિહાર સ્કૂલના આચાર્ય મહેશ ઠાકર સહિત ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
Latest Stories